કાયદા મુજબ પુરાવા તરીકે લઇ શકાય તેવા એકરારમાં કરેલુ ખોટું કથન - કલમ : 236

કાયદા મુજબ પુરાવા તરીકે લઇ શકાય તેવા એકરારમાં કરેલુ ખોટું કથન

જે કોઇ વ્યકિત પોતે કરેલા અથવા પોતાની સહીવાળા જે એકરારને કોઇ ન્યાયાલય અથવા કોઇ રાજય સેવક કે અન્ય કોઇ હકીકતના પુરાવા તરીકે લેવા માટે કાયદાથી બંધાયેલી હોય અથવા અધિકૃત હોય તેવા જે ઉદ્દેશથી એવો એકરાર કરવામાં આવ્યો હોય અથવા ઉપયોગમાં લેવાયો હોય તેને સ્પશૅતી કોઇ મહત્વની બાબતમાં જે કથન ખોટું હોય અથવા જે ખોટું હોવાનું પોતે જાણતી અથવા માનતી હોય અથવા જે સાચું હોવાનુ પોતે માનતી ન હોય એવું કથન કરે અથવા તે ઉપર સહી કરે તેને તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે એમ ગણીને એ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ખોટો પુરાવો આપવા માટે હોય તે શિક્ષા

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- ખોટો પુરાવા આપવાના ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય