એવો એકરાર ખોટો હોવાનું જાણવા છતા તેનો સાચા એકરાર તરીકે ઉપયોગ કરવા બાબત. - કલમ : 237

એવો એકરાર ખોટો હોવાનું જાણવા છતા તેનો સાચા એકરાર તરીકે ઉપયોગ કરવા બાબત.

જે કોઇ વ્યકિત એવો એકરાર કોઇ મુદ્દાની બાબતમાં ખોટો હોવાનું જાણવા છતા અનૈતિક રીતે તેનો સાચા એકરાર તરીકે ઉપયોગ કરે અથવા કરવાની કોશિશ કરે તેને તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે એમ ગણી એ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. સ્પષ્ટીકરણ.- માત્ર કોઇ અનૌપચારિકતાના કારણે ગ્રાહ્ય ન હોય તેવો એકરાર પણ કલમ ૨૩૬ અને આ કલમના અથૅ મુજબ એકરાર છે.

ગુનાઓનુ વગીકરણ

- ખોટો પુરાવો આપવા માટે હોય તે શિક્ષા

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- ખોટો પુરાવા આપવાના ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય