ગુનેગારને બચાવવા માટે ગુનાનો પુરાવો ગુમ કરવા અથવા ખોટી માહિતી આપવા બાબત. - કલમ : 238

ગુનેગારને બચાવવા માટે ગુનાનો પુરાવો ગુમ કરવા અથવા ખોટી માહિતી આપવા બાબત.

જે કોઇ વ્યકિત ગુનો કરવામાં આવ્યો છે એવું જાણવા છતા અથવા એમ માનવાને કારણ હોવા છતા ગુનેગારને કાયદેસરની શિક્ષામાંથી બચાવી લેવાના ઇરાદાથી તે ગુનો થયાનો કોઇ પુરાવો ગુમ કરે અથવા એવા ઇરાદાથી તે ગુના અંગે ખોટી હોવાનું પોતે જાણતી માનતી હોય તેવી માહિતી આપે તેને

(એ) જો કરવામાં આવેલો ગુનો મોતની શિક્ષાને પાત્ર હોવાનું પોતે જાણતી અથવા માનતી હોય તો સાત વષૅ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(બી) જો તે ગુનો આજીવન કેદની અથવા દસ વર્ષ સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(સી) જો તે ગુનો વધુમાં વધુ દસ વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને તે ગુના માટે ઠરાવેલા પ્રકારની અને ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતની એક ચતુર્થ ાશ મુદત સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૨૩૮(એ)-

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- જે ગુનાને લગતો પુરાવો ગુમ કરાયેલ હોય તે ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે

-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૨૩૮(બી) -

-૩ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ

કલમ-૨૩૮(સી) -

- તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદતના ચોથા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

જામીની

- ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય