ગુનાની માહિતી આપવા માટે બંધાયેલી વ્યકિતએ ઇરાદાપુવૅક માહિતી ન આપવા બાબત - કલમ : 239

ગુનાની માહિતી આપવા માટે બંધાયેલી વ્યકિતએ ઇરાદાપુવૅક માહિતી ન આપવા બાબત

જે કોઇ વ્યકિત પોતે જે ગુના અંગેની માહિતી આપવા કાયદેસર રીતે બંધાયેલ હોય તે ગુનો કરવામાં આવ્યો છે એમ જાણવા છતાં અથવા એવું માનવાને કારણ હોવા છતા ઇરાદાપુવૅક તે માહિતી ન આપે તેને છ મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા રૂપિયા ૫૦૦૦નો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

જામીની

કોઇપણ મેજિસ્ટ્રેટ