થયેલા ગુના અંગે ખોટી માહિતી આપવ બાબત - કલમ : 240

થયેલા ગુના અંગે ખોટી માહિતી આપવ બાબત

જે કોઇ વ્યકિત કોઇ ગુનો કરવામાં આવ્યો છે એવું જાણવા છતા અથવા માનવાને કારણ હોવા છતા તે અંગે જે માહિતી ખોટી હોવાનું પોતે જાણતી અથવા માનતી હોય તેવી કોઇ માહિતી આપે તેને બે વષૅ સુધીની બે માંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. સ્પષ્ટીકરણ.- કલમો-૨૩૮ અને ૨૩૯માં અને કલમમાં ગુનો એ શબ્દમાં જે કૃત્ય ભારતમાં કર્યુ હોય તો કલમો – ૧૦૩, ૧૦૫, ૩૦૭, કલમ-૩૦૯ની પેટા કલમો (૨) (૩) અને (૪) કલમ-૩૧૦ની પેટા કલમો (૨) (૩) (૪) અને (૫) કલમો-૩૧૧, ૩૧૨, કલમ-૩૨૬ ના ખંડો (એફ) અને (જી) કલમ-૩૩૧ ની પેટા કલમ (૪) (૫) (૭) અને (૮) કલમ-૩૩૨ના ખંડો (એ) અને (બી) પૈકી કોઇ કલમ હેઠળ શિક્ષાને પાત્ર થાત એવા ભારત બહાર કોઇ સ્થળે કરેલા કૃત્યનો સમાવેશ થાય છે.

ગુનાઓનુ વગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ