પુરાવ તરીકે કોઇ દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ રજુ થતો અટકાવવા માટે તેનો નાશ કરવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ ન્યાયાલયમાં અથવા કોઈ રાજય સેવક સમક્ષ તેની એવી હેસિયતથી કાયદેસર રીતે ચાલતી કોઇ કાયૅવાહીમાં પુરાવા તરીકે પોતાને કાયદેસર રીતે રજુ કરવો પડે તે કોઇ દસ્તાવેજને સંતાડી દે તેનો નાશ કરે અથવા ઉપર જણાવ્યા મુજબના ન્યાયાલય અથવા રાજય સેવક સમક્ષ પુરાવા તરીકે તે રજુ થતો અથવા તેનો ઉપયોગ થતો અટકાવવાના ઇરાદાથી અથવા તે હેતુ માટે તે દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ રજુ કરવા પોતાને કાયદેસર રીતે સમન્સ મળ્યા પછી અથવા ફરમાન થયા પછી તે આખો દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ અથવા તેમાનો કોઇ ભાગ છેકી નાંખે અથવા તેને ઉકેલી શકાય નહી એવો કરી નાખે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
૩ વષૅ સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયાનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw