કોઇ મિલકતને જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાતી અટકાવવા માટે તેને કપટપુવૅક દુર કરવા કે છુપાવવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ ન્યાયાલય અથવા સતા ધરાવતા અન્ય અધિકારીએ ફરમાવેલા અથવા જે ફરમાવવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તેવા સજાના હુકમ હેઠળ કોઇ મિલકત કે તેમાંનું હિત જપ્ત થયેલી મિલકત તરીકે કબજે લેવાનું અટકાવવા માટે અથવા કોઇ દંડની વસુલાતમાં અથવા કોઇ ન્યાયાલયે દીવાની દાવામાં કરેલા અથવા જે હુકમનામું અથવા હુકમ થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તેવા હુકમનામા અથવા હુકમની બજવણીમાં કોઇ મિલકત કે તેમાંનુ કંઇ હિત કબજે લેવાતું અટકાવવા માટે તેને કપટપુવૅક દુર કરે છુપાવે તબદીલ કરે કે કોઇ વ્યકિતને આપી દે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૩ વષૅ સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયાનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw