કોઇ મિલકત જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબ્જે લેવાતી અટકાવવા માટે તે અંગે કપટપુવૅક દાવો કરવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ ન્યાયાલયે અથવા સતા ધરાવતા અન્ય અધિકારીએ ફરમાવેલા અથવા ફરમાવવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તેવા સજાના હુકમ હેઠળ કોઇ મિલકત કે તેમાનું હિત જપ્ત થયેલી મિલકત તરીકે કબ્જે લેવાનું અટકાવવા માટે અથવા દંડની વસુલાતમાં અથવા કોઇ ન્યાયાલયે દીવાની દાવામાં કરેલા કે જે થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તેવા હુકમનામા અથવા હુકમની બજવણીમાં કોઇ મિલકત કે તેમાંનુ કોઇ હિત કબ્જે લેવાતું અટકાવવા માટે તે મિલકત કે તેમાંના હિત અંગે પોતાને કોઇ હક કે વાજબી દાવો નથી એવું જાણવા છતા કપટપુવૅક તે સ્વીકારે પ્રાપ્ત કરે અથવા તે અંગે દાવો કરે અથવા તે મિલકતના હક કે તેમાંના કંઇ હિતને સ્પશૅતી કોઇ છેતરપીંડી કરે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw