લેણી ન હોય તે રકમ માટે કપટપુવૅક હુકમનામું થવા દેવા બાબત - કલમ : 245

લેણી ન હોય તે રકમ માટે કપટપુવૅક હુકમનામું થવા દેવા બાબત

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતએ કરેલા દાવામાં તેની લેણી ન હોય તે અથવા લેણી હોય તેથી વધુ રકમ માટે અથવા જે મિલકત કે મિલકતમાંના હિતની તે બીજી વ્યકિત હકદાર ન હોય તે માટે પોતાની વિરૂધ્ધ હુકમનામું અથવા હુકમ કપટપુવૅક કરાવે અથવા થવા દે અથવા કોઇ હુકમનામા કે હુકમ મુજબ અમલ થઇ ગયા પછી અથવા જે બાબત અંગે તેનો અમલ થઇ ગયો હોય તે બાબત માટે પોતાની વિરુધ્ધ તે કપટપુવૅક બજે તેમ કરે અથવા બજવા દે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ