લેણી ન હોય તે રકમ કપટપુવૅક હુકમનામું મેળવવા બાબત.
જે કોઇ વ્યકિત પોતાની લેણી ન હોય અથવા લેણી હોય તેથી વધુ રકમ માટે અથવા પોતે હક ધરાવતી ન હોય તેવી મિલકત કે મિલકતમાંના હિત માટે બીજી કોઇ વ્યકિતની વિરૂધ્ધ કપટપુવૅક હુકમનામું કે હુકમ મેળવે અથવા કોઇ હુકમનામા કે હુકમ મુજબ અમલ થઇ ગયા પછી અથવા જે બાબત અંગે તેનો અમલ થઇ ગયો હોય તે બાબત માટે કોઇની વિરૂધ્ધ કપટપુવૅક તેની બજવણી કરાવે અથવા એવું કૃત્ય પોતાને નામે થવા દે કે થવા દેવાની પરવાનગી આપે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw