હાનિ પહોંચે એવા ઇરાદાથી ગુનાનું ખોટુ હોમત મુકવા બાબત - કલમ : 248

હાનિ પહોંચે એવા ઇરાદાથી ગુનાનું ખોટુ હોમત મુકવા બાબત

જે કોઇ વ્યકિત બજી કોઇ વ્યકિત સામે કોઇ ફોજદારી કાયૅવાહી કરવા માટે અથવા કોઇ ગુનાનું ત્હોમત મુકવા માટે વાજબી કે કાયદેસરનું કારણ નથી એવું જાણવા છતા તેને હાનિ પહોંચાડવાના ઇરાદાથી તેની સામે એવી કાયૅવાહી કરે કે કરાવે અથવા એવું ત્હોમત ખોટી રીતે મુકે

(એ) તેને પાંચ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા બે લાખ રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(બી) જો એવી ફોજદારી કાયૅવાહી મોતની આજીવન કેદની કે દસ વષૅ સુધીની કે તેથી વધુ કેદની શિક્ષાને પાત્ર ગુનાનું ત્હોમત મુકીને કરી હોય તો તે દસ વષૅ સુધીની બેમાંથી

કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ કલમ-૨૪૮(એ) -

- ૫ વષૅ સુધીની કેદ અથવા રૂપિયા બે લાખનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૨૪૮(બી) -

૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકાર બહારનો

જામીની

- સેશન્સ ન્યાયાલય