ગુનેગારને આશરો આપવા બાબત - કલમ : 249

ગુનેગારને આશરો આપવા બાબત

જે કોઇ વ્યકિત કોઇ ગુનો કરવામાં આવ્યો હોય ત્યારે ગુનેગાર હોવાનું પોતે જાણતી હોય અથવા પોતાને એમ માનવાને કારણ હોય તે વ્યકિતને કાયદેસરની શિક્ષાથી બચાવવાના ઇરાદાથી આશરો આપે અથવા છુપાવે તેને

(એ) જો તે ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય તો તે ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય તો પાંચ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(બી) જો તે ગુનો આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(સી) જો તે ગુનો દસ વષૅ સુધીની નહી પણ એક વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને તે ગુના માટે ઠરાવેલા અને તે માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતની એક ચતુથૅવાંશ મુદત સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

સ્પષ્ટીકરણ.- આ કલમમાં ગુનો એ શબ્દમાં ભારત બહારના કોઇ સ્થળે કરેલું કોઇ કૃત્ય જે ભારતમાં કર્યું હોય તો નીચેની કલમો-૧૦૩, ૧૦૫, ૩૦૭ કલમ-૩૦૯ ની પેટા કલમો(૨) (૩) અને (૪) કલમ-૩૧૦ની પેટા કલમો (૨) (૩) (૪) અને (૫) કલમ-૩૧૧, ૩૧૨ કલમ-૩૨૬ના ખંડો (એફ) અને (જી) કલમ-૩૩૧ની પેટા કલમો (૪) (૬) (૭) અને (૮) કલમ-૩૩૨ના ખંડો (એ) અને (બી) પૈકીની કોઇ કલમ હેઠળ શિક્ષાને પાત્ર થાત તે કૃત્યનો સમાવેશ થાય છે અને આ કલમના હેતુ માટે એવું દરેક કૃત્ય જાણે આરોપી તે કૃત્ય માટે ભારતમાં દોષિત થયો હોત તો શિક્ષાને પાત્ર થાત એમ ગણાશે.

અપવાદ.- ગુનેગારના પતિ અથવા પત્ની દ્રારા આશરે આપ્યાના કે છુપાવી રાખ્યાના દાખલામાં આ કલમ લાગુ પડશે નહિ.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૨૪૯(એ)-

- ૫ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૨૪૯(બી) -

-૩ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો

-જામીની

- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ

કલમ-૨૪૯(સી) -

- તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતના ચોથા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

-પોલીસ અધિકારનો

-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ