ગુનેગારને શિક્ષાથી બચાવવા માટે બક્ષિસ વગેરે લેવા બાબત - કલમ : 250

ગુનેગારને શિક્ષાથી બચાવવા માટે બક્ષિસ વગેરે લેવા બાબત

જે કોઇ વ્યકિત પોતે કોઇ ગુનો થયાનું છુપાવવાના અથવા કોઇ વ્યકિતને ગુના માટેની કાયદેસરની શિક્ષામાંથી બચાવવાના અથવા કોઇ વ્યકિતને કાયદેસરની શિક્ષા કરાવવા માટે તેની સામે કાયૅવાહી ન કરવાના બદલામાં પોતાને માટે અથવા બીજી કોઈ વ્યકિત માટે કોઇ લાભ સ્વીકારે અથવા કોઇ મિલકત પોતાને અથવા બીજી કોઇ વ્યકિતને ફરી પ્રાપ્ત થયાનું સ્વીકારે અથવા તે મેળવવાની કોશિશ કરે અથવા તે સ્વીકારવાનું કબુલ કરે તેને

(એ) જો તે ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય તો સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(બી) જો તે ગુનો આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને ત્રણ વષૅ સુધીની બે માંથી કોઇ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(સી) જો તે ગુનો દસ વષૅથી ઓછી મુદત સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને તે માટે ઠરાવેલા પ્રકારની અને તે માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતની એક ચતુથૅ ાંશ મુદત સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૨૫૦(એ) -

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૨૫૦ (બી) -

-૩ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો

-જામીની

- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ

કલમ-૨૫૦ (સી) -

- તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતના ચોથા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

-પોલીસ અધિકારનો

-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ