ગુનેગારને બચાવવાના બદલામાં બક્ષીસ આપવા અથવા મિલકત પરત કરવા બાબત - કલમ : 251

ગુનેગારને બચાવવાના બદલામાં બક્ષીસ આપવા અથવા મિલકત પરત કરવા બાબત

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતે કોઇ ગુનો થયાનું છુપાવવાના અથવા કોઇ વ્યકિતને ગુના માટેની કાયદેસરની શિક્ષામાંથી બચાવવાના અથવા કોઇ વ્યકિતને કાયદેસર શિક્ષા કરાવવા માટે તેની સામે કાયૅવાહી ન કરવાના બદલામાં કાંઇ લાભ આપે અથવા અપાવે અથવા આપવા કે અપાવવાની તૈયારી બતાવે કે કબુલ થાય અથવા કોઇ વ્યકિતને કોઇ મિલકત પરત કરે કે કરાવી આપે તેને ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય તો તેને

(એ) જો તે ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય તો સાત વષૅ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(બી) જો તે ગુનો આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે.

(સી) જો તે ગુનો દસ વષૅથી ઓછી મુદત સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને તે ગુના માટે ઠરાવેલા પ્રકારની અને તે માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતની એક ચતુથૅ©ાંશ મુદત સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

અપવાદ.- જે કેસમાં ગુનાની કાયદેસર રીતે માંડવાળ થઇ શકેક તેને આ કલમ અને કલમ-૨૫૦ની જોગવાઇઓ લાગુ પડતી નથી.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૨૫૧(એ) -

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકાર બહારનો

-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૨૫૧(બી) -

-૩ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકાર બહારનો

-જામીની

- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ

કલમ-૨૫૧ (સી) -

- તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતના ચોથા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ