ચોરાયેલી મિલકત વગેરે પાછી મેળવવામાં મદદ કરવા બદલ બક્ષિસ લેવા બાબત
જે કોઇ વ્યકિત આ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર ગુનો કરીને જે જંગમ મિલકતથી કોઇ વ્યકિતને વંચિત કરવામાં આવી હોય તે પાછી મેળવવામાં તેને મદદ કરવાના બહાને અથવા મદદ કરવા માટે કંઇ લાભ લે અથવા લેવા કબુલ થાય કે સંમત થાય તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે સિવાય કે તેણે ગુનેગારને પકડાવવા અને ગુના માટે દોષિત ઠરાવવા પોતાને ઉપલબ્ધ હોય તે તમામ સાધનોનો ઉપયોગ કર્યો હોય.
ગુનાઓનુ વગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw