કસ્ટડીમાંથી નાસી ગયેલા અથવા જેને ગિરફતાર કરવાનો હુકમ થયો હોય તે ગુનેગારને આશરો આપવા બાબત - કલમ : 253

કસ્ટડીમાંથી નાસી ગયેલા અથવા જેને ગિરફતાર કરવાનો હુકમ થયો હોય તે ગુનેગારને આશરો આપવા બાબત

કોઇ ગુના માટે દોષિત ઠરેલી વ્યકિત અથવા જેના ઉપર ગુનાનું ત્હોમત મુકવામાં આવ્યું હોય તે વ્યકિત પોતે તે ગુના માટે કાયદેસરની કસ્ટડીમાં હોય અને તેમાંથી નાસી જાય ત્યારે અથવા કોઇ રાજય સેવક તેની એવી હેસિયતથી કાયદેસરની સતા વાપરીને અમુક વ્યકિતને કોઇ ગુના માટે ગિરફતાર કરવાનો હુકમ કરે ત્યારે તે વ્યકિત નાસી ગયાનું અથવા તેને ગિરફતાર કરવાનો હુકમ થયાનું જાણવા છતા તેને ગિરફતાર થતી અટકાવવાના ઇરાદાથી જે કોઇ વ્યકિત તેને આશરો આપે અથવા છુપાવે તેને નીચે પ્રમાણે શિક્ષા કરવામાં આવશે જેવા કે

(એ) જો તે ગુના માટે તે વ્યકિત કસ્ટડીમાં હોય અથવા તેને ગિરફતાર કરવાનો હુકમ થયો હોય તે ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય તો તેને સાત વર્ષ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(બી) જો તે ગુનો આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને ત્રણ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની દંડ સહિતની કે દંડ વિનાની કેદની શિક્ષા કરવામાં આવશે. (સી) જો તે ગુનો એક વષૅ સુધીની અને દસ વષૅથી ઓછી મુદત સુધીની કંદની શિક્ષાને પાત્ર હોય તો તો તેને ગુના માટે ઠરાવેલા પ્રકારની અને તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતની એક ચતુર્થ દેશ મુદત સુધીની કંદની અથવા દંડની અથવા તો બંને શિક્ષા કરવામાં આવશે.

સ્પષ્ટીકરણ.- આ કલમમાં ગુનો એ શબ્દમાં જે કૃત્ય કે કોઇ કાયૅલોપ માટે કોઇ વ્યકિત ભારતની બહાર દોષિત થઈ હોવાનું કહેવામાં આવતું હોય અને જેના માટે તે વ્યકિત ભારતમાં દોષિત થઇ હોત તો ગુના તરીકે શિક્ષાપાત્ર બનત અને જેને માટે તે વ્યકિત પ્રત્યાર્પણ સબંધી કોઇ કાયદા હેઠળ અથવા અન્યથા ભારતમાં ગિરફતાર કરવાને અથવા કસ્ટડીમાં રાખવાને પાત્ર હોય તે કૃત્યનો કે કાયૅલોપનો પણ સમાવેશ થાય છે અને આ કલમના હેતુ પુરતું આરોપી તેના માટે ભારતમાં દોષિત થયો હોત તો તે દરેક કૃત્ય કે કાયૅલોપ માટે શિક્ષાપાત્ર થાત એમ ગણાશે.

અપવાદ.- જે વ્યકિતને અટકમાં લેવાની હોય તેના પતી અથવા પત્ની દ્વારા તેને આશરો આપ્યાના અથવા છુપાવી રાખ્યાના દાખલામાં આ કલમ લાગુ પડતી નથી.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૨૫૩(એ)-

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકાર નો

-જામીની

- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ

કલમ-૨૫૩(બી) -

-૩ વષૅ સુધીની દંડ સહિતની કે દંડ વિનાની કેદ

- પોલીસ અધિકારનો

-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ કલમ-૨૫૩(સી) -

- તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતના ચોથા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ