લુંટારાઓ અથવા ધાડપાડુઓને આશરો આપવા માટે શિક્ષા
જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકીતઓ લુંટ કરવાની કે ધાડ પાડવાની તૈયારીમાં છે અથવા તેમણે લુંટ કરી છે કે ધાડ પાડી છે એવું જાણવા છતાં અથવા એમ માનવાને કારણ હોવા છતા એવી લુંટ કરવામાં કે ધાડ પાડવામાં સરળતા કરી આપવાના અથવા તેમને કે તેમાંના કોઇને શિક્ષામાંથી બચાવવાના ઇરાદાથી તેમને કે તેમને કે તેમાંના કોઇને આશરો આપે તેને સાત વષૅ સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. સ્પષ્ટીકરણ.- લુંટ અથવા ધાડનો ગુનો ભારતમાં કે ભારત બહાર કરવાનો ઇરાદો હોય કે કરવામાં આવ્યો હોય તે આ કલમના હેતુ માટે મહત્વનું નથી. અપવાદ.- ગુનેગારના પતિ કે પત્ની દ્રારા આશરો આપવાના દાખલામાં આ કલમની જોગવાઇઓ લાગુ પડતી નથી.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૭ વષૅ સુધીની સખત કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw