કોઇ વ્યકિતને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઇ મિલકતને જપ્ત થતી બચાવવાના ઇરાદાથી રાજય સેવકે કાયદાના આદેશની અવજ્ઞા કરવા બાબત - કલમ : 255

કોઇ વ્યકિતને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઇ મિલકતને જપ્ત થતી બચાવવાના ઇરાદાથી રાજય સેવકે કાયદાના આદેશની અવજ્ઞા કરવા બાબત

જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને બીજી કોઇ વ્યકિતને કાયદેસરની શિક્ષામાંથી બચાવવાના અથવા જે શિક્ષાને તે પાત્ર હોય તેથી ઓછી શિક્ષા કરાવવાના ઇરાદાથી અથવા એમ કરવાથી તે તેને બચાવશે અથવા ઓછી શિક્ષા કરાવશે એવો સંભવ હોવાનું જાણવા છતા અથવા કોઇ મિલકતને જપ્ત થતી બચાવવાના કે કાયદા મુજબ જે બોજાને તે પાત્ર હોય તેમાંથી તેને બચાવવાના ઇરાદાથી અથવા એમ કરવાથી પોતે તેને બચાવશે એવો સંભવ હોવાનું જાણવા છતાં રાજય સેવકની હેસિયતથી પોતે કેવી રીતે વતૅવું જોઇએ તે વિશેના કાયદાના આદેશની અવજ્ઞા કરે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ