કોઇ વ્યકિતને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઇ મિલકતને જપ્ત થતી બચાવવાના ઇરાદાથી રાજય સેવકે ખોટું રેકડૅ અથવા લખાણ બનાવવા બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને એવી હેસિયતથી કોઇ રેકડૅ કે બીજું લખાણ તૈયાર કરવા માટે પોતે જવાબદાર હોય અને લોકોને અથવા કોઇ વ્યકિતને નુકશાન કે હાનિ કરવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી પોતે નુકશાન કે હાનિ પહોંચાડશે એવું જાણવા છતા અથવા એમ કરીને કોઇ વ્યકિતને કાયદેસરની શિક્ષમાંથી બચાવવાના ઇરાદાથી અથવા એમ કરવાથી પોતે તેને તેમાંથી બચાવશે તેવો સંભવ હોવાનુ જાણવા છતા અથવા કોઇ મિલકતને જપ્ત થતી બચાવવાના અથવા કાયદા મુજબ જે બોજાને પાત્ર હોય તેમાંથી તેને બચાવવાના ઇરાદાથી અથવા પોતે એમ કરવાથી તેને તેમાંથી બચાવશે એવો સંભવ હોવાનું જાણવા છતા પોતે જે રીતે ખોટી હોવાનું જાણતી હોય તે રીતે રેકડૅ કે લખાણ બનાવે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની કે તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw