પોતે કાયદાથી વિપરીત રીતે વતૅ છે એમ જાણતી હોય એવી અધિકાર ધરાવતી વ્યકિતએ કોઇને ઇન્સાફી કાયૅવાહી માટે અથવા અટકાયતમાં મોકલવા બાબત
જે કોઇ વ્યકિત પોતે બીજી વ્યકિતઓને ઇન્સાફી કાયૅવાહી માટે અથવા અટકાયતમાં રાખવા માટે મોકલવાનો અથવા તેમને અટકાયતમાં રાખવાનો કાયદેસર અધિકાર આપતો હોદ્દો ધરાવતી હોય અને એમ કરવાથી પોતે કાયદાથી વિપરીત રીતે વતી રહી હોવાનું જાણવા છતા તે અધિકાર વાપરતા અનૈતિક રીતે દ્રેષપુવૅ કોઇને ઇન્સાફી કાયૅવાહી માટે અથવા અટકાયતમાં રાખવા માટે મોકલે અથવા કોઇને અટકાયતમાં રાખે તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૭ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw