ગિરફતાર કરવા માટે બંધાયેલા રાજય સેવકે ઇરાદાપુવૅક ગિરફતાર ન કરવા બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને એવી હેસિયતથી કોઇ ત્હોમતદારને અથવા કોઇ ગુના માટે ગિરફતાર કરવા પાત્ર વ્યકિતને ગિરફતાર કરવા અથવા અટકાયતમાં રાખવા કાયદેસર રીતે બંધાયેલી હોવા છતા ઇરાદાપુવૅક એવી વ્યકિતને ગિરફતાર ન કરે અથવા તેને એવી અટકાયતમાંથી ઇરાદાપુવૅક નાસી જવા દે અથવા તેને નાસી જવામાં કે નાસી જવાની કોશિશ કરવામાં ઇરાદાપુવૅક મદદ કરે તેને
(એ) અટકાયતમાં હોય અથવા ગિરફતાર કરવી જોઇતી હતી તે વ્યકિત પર મોતની શિક્ષાને પાત્ર ગુનાનું હોમત મુકવામાં આવ્યું હોય તો અથવા તેના માટે તે ગિરફતાર કરવા પાત્ર હોય તો તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની દંડ સહિતની કે દંડ વગરની કેદની શિક્ષા કરવામાં આવશે અથવા
(બી) અટકાયતમાં હોય અથવા ગિરફતાર કરવી જોઇતી હતી તે વ્યકિત ઉપર આજીવન કેદની કે દસ વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુનાનું તહોમત મુકવામાં આવ્યું હોય અથવા તેના માટે તે ગિરફતાર કરવા પાત્ર હોય તો તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની દંડ સહિતની કે દંડ વગરની કેદની શિક્ષા કરવામાં આવશે અથવા
(સી) અટકાયતમાં હોય અથવા ગિરફતાર કરવી જોઇતી હતી તે વ્યકિત ઉપર દસ વષૅથી ઓછી મુદતની કેદની શિક્ષાને પાત્ર ગુનાનું ત્હોમત મુકવામાં આવ્યું હોય અથવા તે માટે ગિરફતાર કરવા પાત્ર હોય તો તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની દંડ સહિતની કે દંડ વગરની કેદની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૨૫૯(એ)-
- ૭ વષૅ સુધીની દંડ સહિતની કે દંડ વિનાની કેદ
- જે ગુના માટે એવું અટકમાં લેવાનું ટાળવામાં આવેલ હોય તે ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૨૫૯(બી) -
- ૩ વષૅ સુધીની દંડ સહિતની કે દંડ વિનાની કેદ
- પોલીસ અધિકારનો
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
-જામીની
કલમ-૨૫૯(સી) -
- ૨ વષૅ સુધીની દંડ સહિતની કે દંડ વિનાની કેદ
-પોલીસ અધિકારનો
-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw