સજા પામેલી અથવા કાયદેસર રીતે કમિટ થયેલી વ્યકિતને ગિરફતાર કરવા માટે બંધાયેલા રાજય સેવકે ઇરાદાપુવૅક ગિરફતાર ન કરવા બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને એવી હેસિયતથી કોઇ ગુના માટે કોઇ ન્યાયાલયથી સજા પામેલી અથવા કાયદેસર રીતે કસ્ટડીમાં મોકલાવેલી વ્યકિતને ગિરફતાર કરવા માટે અથવા અટકાયતમાં રાખવા માટે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતા તેને ઇરાદાપુવૅક ગિરફતાર ન કરે અથવા તેને એવી અટકાયતમાંથી ઇરાદાપુવૅક નાસી જવા દે અથવા નાસી જવામાં કે નાસી જવાની કોશિશ કરવામાં ઇરાદાપુવૅક મદદ કરે તેને નીચે પ્રમાણે શિક્ષા કરવામાં આવશે.
(એ) અટકાયતમાં હોય અથવા ગિરફતાર કરવી જોઇતી હતી તે વ્યકિત મોતની સજા પામેલી હોય તો તેને આજીવન કેદની અથવા ચૌદ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની દંડ સહિતની કે દંડ વગરની કેદની શિક્ષા કરવામાં આવશે.
(બી) અટકાયતમાં હોય અથવા ગિરફતાર કરવી જોઇતી હતી તે વ્યકિત કોઇ ન્યાયાલયે કરેલી સજાને લીધે અથવા એવી સજા હળવી કરવામાં આવી હોવાને લીધે આજીવન કેદની કે દસ વષૅની કે તેથી વધુ મુદતની કેદ પામેલી હોય તો તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઈ પ્રકારની દંડ સહિતની કે દંડ વગરની કેદની શિક્ષા કરવામાં આવશે અથવા
(સી) અટકાયતમાં હોય અથવા ગિરફતાર કરવી જોઇતી હતી તે વ્યકિત કોઇ ન્યાયાલયે કરેલી સજાને લીધે દસ વર્ષથી ઓછી મુદતની કેદ પામેલી હોય તો અથવા તે વ્યકિત કાયદેસર રીતે કસ્ટડીમાં મોકલાયેલી હોય તો તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની દંડ સહિતની કે દંડ વગરની કેદની શીક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૨૬૦(એ) -
-આજીવન કેદ અથવા ૧૪ વષૅ સુધીની દંડ સહિતની કે દંડ વિનાની કેદ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
-સેશન્સ ન્યાયાલય
કલમ-૨૬૦(બી) -
- ૭ વષૅ સુધીની દંડ સહિતની કે દંડ વિનાની કેદ
- પોલીસ અધિકારનો
- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ
- બિન-જામીની
કલમ-૨૬૦(સી ) -
- ૩ વષૅ સુધીની દંડ સહિતની કે દંડ વિનાની કેદ
-પોલીસ અધિકારનો
-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw