રાજય સેવકે ગફલતથી કોઇને અટકાયતમાંથી અથવા કસ્ટડીમાંથી નાસી જવા દેવા બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને એવી હેસિયતથી કોઇ ત્હોમતદારને અથવા કોઇ ગુના માટે દોષિત ઠરેલી અથવા કાયદેસર રીતે કસ્ટડીમાં મોકલાયેલી વ્યકિતને અટકાયતમાં રાખવા બંધાયેલી હોવા છતા તેને અટકાયતમાંથી ગફલતથી નાસી જવા દે તેને બે વષૅ સુધીની સાદી કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૨ વષૅ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
જામીની
કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw