કોઇ વ્યકિતએ પોતાની કાયદેસરની ગિરફતારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા બાબત - કલમ : 262

કોઇ વ્યકિતએ પોતાની કાયદેસરની ગિરફતારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા બાબત

જે કોઇ વ્યકિત પોતાના ઉપર જે ગુનાનું ત્હોમત મુકવામાં આવ્યું હોય અથવા જેના માટે પોતે દોષિત ઠરેલી હોય તે ગુના માટે પોતાની કાયદેસરની ગિરફતારીનો ઇરાદાપુવૅક સામનો કરે અથવા તેમાં ગેરકાયદેસર હરકત કરે અથવા તે ગુના માટે તેને કાયદેસર રીતે કસ્ટડીમાં રાખેલી હોય ત્યાંથી નાસી જાય કે નાસી જવાની કોશિશ કરે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

સ્પષ્ટીકરણ.- આ કલમમાં ઠરાવેલી શિક્ષા ગિરફતાર કરવાની કે કસ્ટડીમાં રાખવાની હોય તે વ્યકિત ઉપર જે ગુનાનું ત્હોમત મુકવામાં આવ્યું હોય અથવા તેના માટે તે દોષિત ઠરેલી હોય તે ગુના માટે જે શિક્ષાને પાત્ર હોય તે ઉપરાંતની છે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ