અન્ય વ્યકિતની કાયદેસરની ગિરફતારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ ગુના માટે બીજી કોઇ વ્યકિતની કાયદેસરની ગિરફતારીનો ઇરાદાપુવૅક સામનો કરે અથવા તેમાં ગેરકાયદેસર હરકત કરે અથવા કોઇ વ્યકિતને કોઇ ગુના માટે કાયદેસર રીતે જે કસ્ટડીમાં રાખી હોય તેમાંથી તેને નસાડી જાય અથવા નસાડવાની કોશિશ કરે
(એ) તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અથવા
(બી) જો ગિરફતાર કરવાની કે નસાડી મુકેલી કે જેને નસાડી જવાની કોશિશ થઇ હોય તે વ્યકિત ઉપર આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની કેદની કે શિક્ષાને પાત્ર ગુનાનું ત્હોમત મુકવામાં આવ્યુ હોય અથવા તે માટે તે ગિરફતાર કરવા પાત્ર હોય તો તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અથવા
(સી) જો ગિરફતાર કરવાની કે નસાડી મુકેલી કે નસાડી જવાની કોશિશ થઇ હોય તે વ્યકિત ઉપર મોતની શિક્ષાને પાત્ર ગુનાનું ત્હોમત મુકવામાં આવ્યું હોય અથવા તે માટે ગિરફતાર કરવા પાત્ર હોય તો તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. અથવા
(ડી) જો ગિરફતાર કરવાની કે નસાડી મુકેલી કે જેને નસાડી જવાની કોશિશ થઇ હોય તે વ્યકિત કોઇ ન્યાયાલયે કરેલી સજા હેઠળ અથવા એવી સજા હળવી કરવામાં આવી હોવાને લીધે આજીવન કેદની અથવા દસ વષૅ કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. અથવા
(ઇ) જો ગિરફતાર કરવાની કે નસાડી મુકેલી કે જેને નસાડી જવાની કોશિશ થઇ હોય તે વ્યકિત મોતની સાજા પામેલી હોય તો તેને આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
કલમ-૨૬૩(એ) -
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- જામીની
કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૨૬૩(બી) -
- ૩ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૨૬૩(સી) -
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૨૬૩(ડી) -
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૨૬૩(ઇ) -
આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw