બીજી કોઇ રીતે જોગવાઇ કરવામાં આવી ન હોય તો તેવા દાખલાઓમાં રાજય સેવકે ગિરફતાર ન કરવા અથવા નાસી જવા દેવા બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને એવી હેસિયતથી કલમ-૨૫૯ કલમ-૨૬૦ અથવા કલમ-૨૬૧ માં અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદામાં જોગવાઇ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં કોઇ વ્યકિતને ગિરફતાર કરવા અથવા અટકાયતમાં રાખવા માટે કાયદેસર રીતે બંધાયેલી હોવા છતા એવી વ્યકિતને ગિરફતાર ન કરે અથવા અટકાયતમાંથી નાસી જવા દે તેને
(એ) જો તે ઇરાદાપુવૅક એવું કરે તો ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અને
(બી) જો તે ગફલતથી એવુ કરે તો બે વષૅ સુધીની સાદી કેદની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
કલમ-૨૬૪(એ) -
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૨૬૪(બી) -
- ૨ વષૅ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw