બીજી રીતે જોગવાઇ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં કાયદેસરની ગિરફતારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા બાબત અથવા નાસી જવા કે છોડાવવા બાબત - કલમ : 265

બીજી રીતે જોગવાઇ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં કાયદેસરની ગિરફતારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા બાબત અથવા નાસી જવા કે છોડાવવા બાબત

જે કોઇ વ્યકિત કલમ-૨૬૨ અથવા કલમ-૨૬૩ માં અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદામાં જોગવાઇ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં પોતાની અથવા અન્ય વ્યકિતની કાયદેસરની ગિરફતારીનો ઇરાદાપુવૅક સામનો કરે અથવા તેમાં ગેરકાયદેસર હરકત કરે અથવા જેમા; તેને કાયદેસર રીતે રાખી હોય તે કસ્ટડીમાંથી નાસી જાય અથવા નાસી જવાની કોશિશ કરે અથવા જેમાં અન્ય વ્યકિતને કાયદેસર રીતે રાખી હોય તે કસ્ટડીમાંથી તેને છોડાવે અથવા છોડાવવાની કોશિશ કરે તેને છ મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ