શિક્ષા માફીની શરતનો ભંગ - કલમ : 266

શિક્ષા માફીની શરતનો ભંગ

જે કોઇ વ્યકિત પોતે શિક્ષા શરતી માફી સ્વીકારી હોય અને જે શરતે એવી માફી આપવામાં આવી હોય તેનો જાણી જોઇને ભંગ કરે તેને જો તેણે થયેલી શિક્ષાનો કોઇ ભાગ આ અગાઉ ભોગવ્યો ન હોય તો મુળ જે શિક્ષા કરવામાં આવી હતી તે શિક્ષા કરવામાં આવશે અને જો તેણે તેનો કોઈ ભાગ ભોગવી લીધો હોય તો તેને હજુ ભોગવી ન હોય તેટલી શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- મૂળ સજા પ્રમાણેની શિક્ષા અથવા જો તે અંશતઃ ભોગવી હોય તો બાકી રહેલી શિક્ષા

- પોલીસ અધિકારનો

બિન-જામીની

- મૂળ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય