રાજય સેવક ન્યાયિક કાયૅવાહી કરતા હોય ત્યારે તેનું ઇરાદાપુવૅક અપમાન કરવા અથવા તેને વિક્ષેપ કરવા બાબત.
જે કોઇ વ્યકિત જયારે કોઇ રાજયસેવક ન્યાયિક કાયૅવાહીના કોઇ પણ તબકકે કામ કરતો હોય ત્યારે તેનું ઇરાદાપુવૅક અપમાન કરે અથવા તેને વિક્ષેપ કરે તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પ્રકરણ-૨૮ની જોગવાઇ ઓને આધીન રહીને જે ન્યાયાલયમાં તે ગુનો થયો હોય તે ન્યાયાલય અથવા તે ગુનો કોઇ ન્યાયાલય અથવા તે ગુનો કોઇ ન્યાયાલયમાં થયો ન હોય તો કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw