કોઇ એસેસરનું ખોટુ નામ ધારણ કરવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ કેસમાં એસેસર તરીકે પસંદ થવા કે પેનલમાં સામેલ થવા કે સોગંદ લેવા પોતાને કાયદા મુજબ હકક નથી એવું પોતે જાણતી હોય તે કેસમાં ખોટું નામ ધારણ કરીને અથવા બીજી રીતે ઇરાદાપુવૅક એસેસર તરીકે પસંદગી પામે કે પેનલમાં સામેલ થાય કે સોગંદ લે અથવા જાણી જોઇને એમ થવા દે અને પોતે એ રીતે કાયદાથી વિપરીત રીતે પસંદ થઇ છે કે પેનલમાં સામેલ થઇ છે કે સોગંદ લીધા છે એવું જાણવા છતાં ઇરાદા પુવૅક એવા એસેસર તરીકે કામ કરે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw