જામીનખત અથવા મુચરકા ઉપર મુકત કરાયેલ વ્યકિતની કોટૅમાં હાજર રહેવામાં નિષ્ફળતા
જે કોઇ વ્યકિત ઉપર કોઈ ગુનાનો આરોપ મુકવામાં આવેલ હોય અને જામીનખત અથવા મુચરકા ઉપર તેને મુકત કરવામાં આવેલ હોય તે વ્યકિત વ્યાજબી કારણ (સાબિતીનો બોજો તેની ઉપર જ રહેશે) સિવાય આવા જામીન અથવા મુચરકાની શરતો મુજબ કોટૅમાં હાજર રહેવામાં નિષ્ફળ જાય ત્યારે તેને એક વષૅ સુધીની બે માંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે.
સ્પષ્ટીકરણ.- આ કલમ હેઠળની સાજ
(એ) જે ગુનાનો આરોપ મુકવામાં આવેલ હોય અને દોષિત ઠયૅથી આરોપીને જે શિક્ષા કરવામાં આવે તે શિક્ષા ઉપરાંતની રહેશે અને (બી) મુચરકો જપ્ત કરવાની કોટૅની સતાને અસર કયૅા સિવાયની રહેશે.
ગુનાઓનુ વગીકરણ
- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw