જાહેર ત્રાસદાયક કૃત્ય - કલમ : 270

જાહેર ત્રાસદાયક કૃત્ય

સામાન્ય લોકોને અથવા આજુબાજુમાં રહેતાં કે મિલકતનો ભોગવટો કરતાં માણસોને જે કૃત્યથી સામાન્ય હાનિ ભય કે ત્રાસ પહોંચે એવું અથવા કોઇ સાવૅજનિક હકક ભોગવતી વેળા માણસોને જે કૃત્યથી હાનિ અડચણ ભય કે ત્રાસ થયા વિના ન રહે એવું કૃત્ય કરે અથવા એવા ગેરકાયદેસરના કાયૅલોપ માટે દોષિત હોય તે વ્યકિત જાહેર ત્રાસદાયક કૃત્ય માટે દોષિત છે પણ સામાન્ય ત્રાસદાયક કૃત્યથી કંઇ સુવિધા અથવા લાભ થાય તે કારણે તે કૃત્ય માટે માફ થઇ શકશે નહી.