જીંદગીને જોખમકારક રોગનો ચેપ જે કૃત્યથી ફેલાવા સંભવ હોય એવું બેદરકારીભર્યું કૃત્ય - કલમ : 271

જીંદગીને જોખમકારક રોગનો ચેપ જે કૃત્યથી ફેલાવા સંભવ હોય એવું બેદરકારીભર્યું કૃત્ય

જે કોઇ વ્યકિત જીંદગીને જોખમકારક રોગના ચેપ જે કૃત્યથી ફેલાવાનો સંભવ હોય એવું અને જેથી એમ થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય અથવા એમ પોતાને માનવાને કારણ હોય એવું કૃત્ય ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

જામીની

કોઇપણ મેજિસ્ટ્રેટ