જીંદગીને જોખમકારક રોગનો ચેપ જે કૃત્યથી ફેલાવા સંભવ હોય એવું દ્રેષપુણૅ કૃત્ય - કલમ : 272

જીંદગીને જોખમકારક રોગનો ચેપ જે કૃત્યથી ફેલાવા સંભવ હોય એવું દ્રેષપુણૅ કૃત્ય

જે કોઇ વ્યકિત જીંદગીને જોખમકારક રોગનો ચેપ જે કૃત્યથી ફેલાવાનો સંભવ હોય એવું અને જેથી એમ થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય અથવા એમ માનવાને પોતાને કારણ હોય એવું કૃત્ય દ્રેષભાવથી કરે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ