કવોરેન્ટિન નિયમની અવજ્ઞા
કોઇપણ વાહનવ્યવહારના સાધનને કવોરેન્ટિનની સ્થિતિમાં મુકવા માટેની અથવા કવોરેન્ટિનની સ્થિતીમાં મુકાયેલા પરિવહનના સંસગૅના નિયમન માટે અથવા જયાં ચેપી રોગ ફેલાયો હોય તે જગ્યાઓ અને બીજી જગ્યાઓ વચ્ચેના સંસગૅના નિયમન માટે સરકારે કરેલા નિયમની જે કોઇ વ્યકિત જાણી જોઇને અવજ્ઞા કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૬ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw