વેચવા ધારેલી ખાવાની કે પીવાની વસ્તુમાં ભેળસેળ કરવા બાબત - કલમ : 274

વેચવા ધારેલી ખાવાની કે પીવાની વસ્તુમાં ભેળસેળ કરવા બાબત

જે કોઇ વ્યકિત ખાવાની અથવા પીવાની વસ્તુ તરીકે વેચવાના ઇરાદાથી અથવા એ રીતે તે વેચાશે એવું જાણવા છતાં કોઇ ખાવાની કે પીવાની વસ્તુમાં ખાવા કે પીવા માટે નુકશાનકારક બને એ રીતે ભેળસેળ કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ