ભેળસેળ કરેલી ઔષધિઓ વેચવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ ઔષધિની અથવા દવાની અસર ઓછી થાય અથવા તેની ક્રિયા બદલાય અથવા તે નુકશાનકારક બને એ રીતે તેમાં ભેળસેળ થયેલી હોવાનું જાણવા છતા તેને ભેળસેળ થયા વિનાની ઔષધિ કે દવા તરીકે વેચે અથવા વેચવાની તૈયારી બતાવે અથવા વેચવા મુકે અથવા કોઇ દવાખાનામાંથી દવા તરીકે ઉપયોગમાં લેવા માટે આપે અથવા જે વ્યકિતને તેમાં ભેળસેળ થવાની જાણ ન હોય તેની પાસે દવા તરીકે ઉપયોગમાં લેવડાવે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા
તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઈપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw