ઔષધિ હોય તેથી જુદા પ્રકારની ઔષધિ અથવા બનાવટ દવા તરીકે વેચવા બાબત - કલમ : 278

ઔષધિ હોય તેથી જુદા પ્રકારની ઔષધિ અથવા બનાવટ દવા તરીકે વેચવા બાબત

જે કોઇ વ્યકિત કોઇ ઔષધિ અથવા દવા હોય તેથી જુદા પ્રકારની ઔષધિ અથવા દવા તરીકે તેને જાણી જોઇને વેચે અથવા વેચવાની તૈયારી કરે બતાવે અથવા વેચવા મુકે અથવા કોઇ દવાખાનામાંથી દવા તરીકે ઉપયોગમાં લેવા માટે આપે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપીયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ