બેકાળજીથી વહાણ ચલાવવા બાબત - કલમ : 282

બેકાળજીથી વહાણ ચલાવવા બાબત

જે કોઇ વ્યકિત માણસોની જીંદગી જોખમમાં મુકાય અથવા અન્ય વ્યકિતને વ્યથા અથવા હાનિ થવાનો સંભવ હોય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી વહાણ ચલાવે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઇ અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા ૧૦૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ