સલામતી ન હોય તેવા અથવા હદ ઉપરાંત ભાર ભરેલા વહાણમાં ભાડું લઇ કોઇ વ્યકિતને જળ માગૅ લઇ જવા બાબત - કલમ : 284

સલામતી ન હોય તેવા અથવા હદ ઉપરાંત ભાર ભરેલા વહાણમાં ભાડું લઇ કોઇ વ્યકિતને જળ માગૅ લઇ જવા બાબત

જે કોઇ વ્યકિત કોઇ વહાણ એવી હાલતમાં હોય અથવા તેમા એટલો ભાર ભરેલો હોય કે જેથી તેમાં બેસીને જળ માગૅ જનારી વ્યકિતની જીંદગી જોખમમાં મુકાય તેમ હોય ત્યારે તેમાં બીજી કોઇ વ્યકિતને ભાડું લઇ જાણી જોઇને અથવા બેદરકારીથી જળ માગૅ લઇ જાય અથવા મોકલે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ