સરિયામ ખુશ્કી કે તરી માગૅમાં ભય ઊભો કરવા કે અડચણ કરવા બાબત - કલમ : 285

સરિયામ ખુશ્કી કે તરી માગૅમાં ભય ઊભો કરવા કે અડચણ કરવા બાબત

જે કોઇ વ્યકિત કોઇ કૃત્ય કરીને અથવા પોતાના કબ્જામાંની અથવા હવાલાની કોઇ મિલકતની વ્યવસ્થા ન કરીને કોઇ સરિયામ ખુશ્કી કે તરી માગૅમાં કોઇ વ્યકિત માટે ભય ઊભો કરે અથવા તેને અડચણ કરે કે હાનિ પહોંચાડે તેને પાંચ હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ