ઝેરી પદાથૅ અંગે બેદરકારીભર્યું આચરણ - કલમ : 286

ઝેરી પદાથૅ અંગે બેદરકારીભર્યું આચરણ

જે કોઇ વ્યકિત માણસોની જીંદગી જોખમમાં મુકાય અથવા કોઇ વ્યકિતને વ્યથા કે હાનિ થવાનો સંભવ હોય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી કોઇ ઝેરી પદાથૅ અંગે કંઇ કૃત્ય કરે અથવા પોતાના કબજામાં હોય તેવા ઝેરી પદાથૅથી માણસોની જીંદગીના સંભવિત જોખમ સામે પુરતો બચાવ રહે એ રીતે તેની વ્યવસ્થા જાણી જોઇને અથવા બેદરકારીથી ન કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ