આગ અથવા સળગી ઊઠે તેવા પદાથૅ અંગે બેદરકારીભર્યું આચરણ - કલમ : 287

આગ અથવા સળગી ઊઠે તેવા પદાથૅ અંગે બેદરકારીભર્યું આચરણ

જે કોઇ વ્યકીત માણસોની જીંદગી જોખમમાં મુકાય અથવા કોઇ વ્યકીતને વ્યાથા કે હાનિ થવાનો સંભવ હોય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી અગ્નિ અથવા સળગી ઊઠે તેવા કોઇ પદાથૅ અંગે કઇ કૃત્ય કરે અથવા પોતાના કબજામાં હોય તેવા અગ્નિ અથવા સળગી ઊઠે તેવા કઇ પદાથૅથી માણસોની જીંદગીના સંભવિત જોખમ સામે પુરતો બચાવ રહે એ રીતે તેની વ્યવસ્થા જાણી જોઇને અથવા બેદરકારીથી ન કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા બે હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા ૨૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ