સ્ફોટક પદાથૅ અંગે બેદરકારીભર્યું આચરણ - કલમ : 288

સ્ફોટક પદાથૅ અંગે બેદરકારીભર્યું આચરણ

જે કોઇ વ્યકિત માણસોની જીંદગી જોખમમાં મુકાય અથવા કોઇ વ્યકિતને વ્યથા કે હાનિ થવાનો સંભવ હોય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી સ્ફોટક પદાથૅ અંગે કોઇ કૃત્ય કરે અથવા પોતાના કબજામાં હોય એવા સ્ફોટક પદાથૅથી માણસોની જીંદગીના સંભવિત જોખમ સામે પુરતો બચાવ રહે એ રીતે તેની વ્યવસ્થા જાણી જોઇને અથવા બેદરકરીથી ન કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રુપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ