યંત્ર અંગે બેદરકારીભર્યું આચરણ
જે કોઇ વ્યકિત માણસોની જીંદગી જોખમમાં મુકાય અથવા કોઇ વ્યકિતને વ્યથા કે નુકશાન થવાનો સંભવ હોય એવી બેફામ રીતે અથવા બેદરકરીથી કોઇ યંત્ર અંગે કંઇ કૃત્ય કરે અથવા પોતાના કબ્જામાં હોય એવા અથવા દેખરેખ નીચેના યંત્રથી માણસોની જીંદગીના સંભવિત જોખમ સામે પુરતો બચાવ રહે એ રીતે તેની વ્યવસ્થા જાણી જોઇને અથવા બેદરકારીથી ન કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw