મકાનો પાડી નાખવા અથવા તેની મરામત કરવા અથવા બાંધવા અંગે બેદરકારીભર્યું આચરણ
જે કોઇ વ્યકિત કોઇ મકાન પાડી નાખવા અથવા મરામત કરવા અથવા બાંધવામાં મકાન અથવા તેનો કોઇ ભાગ તુટી પડવાથી માણસોની જીંદગીના સંભવિત જોખમ સામે પુરતો બચાવ રહે એ રીતે એવા પગલાં જાણી જોઇને અથવા બેદરકારીથી ન લે તેને છ મહિનાની મુદત સુધીના બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીની દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw