ત્રાસદાયક કૃત્ય બંધ કરવાનો મનાઇ હુકમ થયા પછી તે ચાલુ રાખવા બાબત - કલમ : 293

ત્રાસદાયક કૃત્ય બંધ કરવાનો મનાઇ હુકમ થયા પછી તે ચાલુ રાખવા બાબત

જે કોઇ વ્યકિત કોઇ જાહેર ત્રાસદાયક કૃત્ય ફરીથી ન કરવાનો કે તે બંધ કરવાનો મનાઇ હુકમ કાઢવાની કાયદેસર સતા ધરાવતા અધિકારીએ એવો હુકમ કર્યોૌ હોય છતાં એવું જાહેર ત્રાસદાયક કૃત્ય ફરીથી કરે અથવા કરવાનું ચાલુ રાખે તેને છ મહિના સુધીની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપીયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ