અશ્ર્લીલ પુસ્તકો વગેરેનું વેચાણ કરવા બાબત - કલમ : 294

અશ્ર્લીલ પુસ્તકો વગેરેનું વેચાણ કરવા બાબત

(૧) કોઇ પુસ્તક પત્રિકા કાગળ લખાણ રેખાંકન ચિત્ર પ્રતિરૂપ આકૃતિ અથવા ઇલેકટ્રોનિક સ્વરૂપમાં કોઇપણ સામગ્રીના પ્રદર્શન સહિતની બીજી કોઇપણ વસ્તુ કામોદીપક હોય અથવા જાતીય વિકાર જગાડે એવું હોય અથવા તેની કે (તેમાં બે કે તેથી વધુ ભિન્ન બાબતો આવતી હોય તો) તેમાંની કોઇ એક બાબતની અસર સમગ્ર દ્રષ્ટિએ જોતાં તેમાં જણાવેલી અથવા મુતૅ કરેલી બાબત વાંચવા જોવા કે સાંભળવા પામનાર વ્યકિતઓને તમામ પ્રસ્તુત સંજોગો ધ્યાનમાં લેતાં બગાડે અને ભ્રષ્ટ કરે એવી થાય તેમ હોય તો તે પુસ્તક પત્રિકા કાગળ લખાણ રેખાંકન ચિત્ર પ્રતિરૂપ આકૃતિ અથવા વસ્તુ પેટા કલમ (૨)ના હેતુઓ માટે અશ્લીલ ગણાશે.

(૨) જે કોઇ વ્યકિત

(એ) કોઇ અશ્ર્લીલ પુસ્તક પત્રિકા કાગળ લખાણ રેખાંકન ચિત્ર પ્રતિરૂપ આકૃતિ અથવા બીજા કોઇ પણ પ્રકારની અશ્લીલ વસ્તુ કોઇપણ રીતે વેચે ભાડે આપે વહેચે જાહેર રીતે પ્રદશિત કરે અથવા બીજી કોઇ રીતે ફેલાવામાં મુકે અથવા તેને વેચવા ભાડે આપવા વહેંચવા જાહેર રીતે પ્રદશિત કરવા અથવા ફેલાવવામાં મુકવા માટે તે બનાવે તેનુ ઉત્પાદન કરે અથવા પોતાના કબ્જામાં રાખે અથવા

(બી) ઉપર જણાવેલ કોઇ હેતુ માટે અથવા અશ્લીલ વસ્તુ વેચવામાં ભાડે આપવામાં વહેંચવામાં અથવા જાહેરમાં પ્રદશિત કરવામાં અથવા કોઇ રીતે તેને ફેલાવામાં મુકવામાં આવશે એવું જાણવા છતા અથવા એમ માનવાને કારણ હોવા છતા એવી વસ્તુની આયાત કરે નિકાસ કરે અથવા તેની હેરફેર કરે અથવા

(સી) જે ધંધામાં ઉપર જણાવેલા કોઇ હેતુ માટે એવી કોઇ અશ્લીલ વસ્તુઓ બનાવવામાં તેનુ ઉત્પાદન કરવામાં ખરીદવામાં રાખવામાં આયાત કરવામાં નિકાસ કરવામાં તેની હેરફેર કરવામાં જાહેરમાં પ્રદશિત કરવામાં અથવા કોઇ રીતે ફેલાવામાં મુકવામાં આવે છે તેમ પોતે જાણતી હોય અથવા એમ માનવાનું પોતાને કારણ હોય તે ધંધામાં ભાગ લે અથવા તેમાંથી નફો મેળવે અથવા

(ડી) આ કલમ હેઠળ ગુનો ગણાય એવું કૃત્ય કરવામાં કોઇ વ્યકિત રોકાયેલી છે અથવા રોકવા માટે તૈયાર છે અથવા એવી કોઇ અશ્ર્લીલ વસ્તુ કોઇ વ્યકિત પાસેથી અથવા તેની મારફત મેળવી શકાશે એવી જાહેરાત આપે અથવા બીજા કોઇ પ્રકારના સાધનથી એવી જાણ કરે અથવા

(ઇ) આ કલમ હેઠળ ગુનો ગણાય તેવું કૃત્ય કરવા તૈયારી બતાવે અથવા તે કરવાનો પ્રયત્ન કરે

તેને પ્રથમવાર દોષિત ઠયૅ બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અને પાંચ હજાર રૂપિયા સુધીની દંડની શિક્ષા કરવામાં આવશે અને બીજી વાર અથવા ત્યાર પછી તે દોષિત ઠરે તો પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદ અને દસ હજાર રૂપિયા સુધીના દંડની પણ શિક્ષા કરવમાં આવશે.

અપવાદ.- નીચેનાને આ કલમ લાગુ પડતી નથી.

(એ) જે પુસ્તક પત્રિકા કાગળ લખાણ રેખાંકન ચિત્ર પ્રતિરૂપ અથવા આકૃતિ (૧) વિજ્ઞાન સાહિત્ય કલા અથવા વિધા અથવા બીજી સૌને સ્પર્શતી બાબતોને ઉપકારક હોવાને કારણે તેનુ પ્રકાશન જાહેર હિતમાં વાજબી સાબિત થાય અથવા

(૨) શુધ્ધબુધ્ધિથી ધામિક હેતુઓ માટે રખાતી કે વપરાતી હોય તેને

(બી) (૧) પ્રાચીન સ્મારક અને પુરાતત્વીય સ્થળ અને અવશેષ અધિનિયમ ૧૯૫૮ ના અથૅ મુજબના કોઇ પ્રાચીન સ્મારક ઉપર અથવા તેમા અથવા

(૨) કોઇ મંદિર ઉપર કે તેમાં અથવા મૃતિઓ લઇ જવા માટે વપરાતા કે કોઇ ધામિક હેતુ માટે રાખેલા કે વપરાતા રથ ઉપર ઘડેલી કોતરેલી કે રંગેલી બીજી રીતે દશૅાવેલી આકૃતિને

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૨૯૪(૨) -

- પહેલીવાર દોષિત ઠયૅ ૨ વષૅ સુધીની કેદ અને ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને બીજી વાર અથવા પછી દોષિત ઠયૅ ૫ વષૅ સુધીની કેદ અને ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ