બાળકને અશ્ર્લીલ વસ્તુઓ વેચવા વગેરે બાબત - કલમ : 295

બાળકને અશ્ર્લીલ વસ્તુઓ વેચવા વગેરે બાબત

જે કોઇ વ્યકિત કોઇ બાળકને કલમ ૨૯૪માં ઉલ્લેખેલી કોઇ અશ્લીલ વસ્તુ વેચે ભાડે આપે વહેચે બતાવે અથવા તેવી વ્યકિતઓમાં ફેરવે અથવા તેમ કરવાની તૈયારી બતાવે કે કોશિશ કરે તેને પહેલીવાર દોષિત ઠયૅ ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અને બે હજાર રૂપિયા સુધીના દંડની અને બીજી વાર અથવા ત્યારપછી દોષિત ઠયૅ સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અને પાંચ હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- પહેલીવાર દોષિત ઠયૅ ૩ વષૅ સુધીની કેદ અને ૨૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને બીજી વાર અથવા પછી દોષિત ઠયૅ ૭ વષૅ સુધીની કેદ અને ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ