અશ્લીલ કૃત્યો અને ગીતો - કલમ : 296

અશ્લીલ કૃત્યો અને ગીતો

જે કોઇ વ્યકિત બીજાને ત્રાસ થાય એ રીતે

(એ) કોઇ જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય કરે અથવા

(બી) કોઇ જાહેર સ્થળે કે તેની નજીકમાં કોઇ અશ્ર્લીલ ગીત ગાય અશ્લીલ કાવ્યો સંભળાવે કે અશ્ર્લીલ શબ્દો ઉચ્ચારે તેને ત્રણ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા એક હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

૩ મહિના સુધીની કેદ અથવા રૂપિયા ૧૦૦૦નો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ